સરકારી કર્મચારીઓના પ્રશ્નોના નિવારણ માટે રાજ્ય સરકારે બનાવેલી સાત મંત્રીઓની કમિટી સમક્ષ આગાઉ આરોગ્ય કર્મચારી મહામંડળે તેમની હડતાળ રદ કરી હતી. પરંતુ આજરોજ આરોગ્ય કર્મચારી મહાસંઘે હડતાળ રદ કરવાનો નિર્ણય પરત ખેંચ્યો હતો. આથી આરોગ્ય કર્મચારીઓ હડતાળ યથાવત રાખશે. આ ઉપરાંત આરોગ્ય કર્મચારી મંડળ રાજ્યના સંયુક્ત કર્મચારી મહામંડળ સાથે આગામી દિવસોમાં થનારા આંદોલનો અને રેલીઓમાં પણ જોડાશે.