દિવાળીના તહેવારમાં એરલાઇન્સ અને ફુલ થઇ ગયા છે. લોકોમાં ફ્રવા જવાનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેના કારણે છેલ્લી ઘડીએ ફ્રવા જનારા લોકોએ ત્રણ ગણા ભાડા ચૂકવીને ફ્રવા જવાનો વારો આવ્યો છે. દિવાળીના તહેવારમાં ફ્રવા જવાનું પ્લાન કરતા હોય તો ટીકીટ અને હોટલમાં રૂમ એડવાન્સ બુકીંગ કરાવુ જોઈએ. કારણ કે પ્રવાસન સ્થળો પર ટુર ઓપરેટરો દ્વારા મોટા ભાગની હોટલોમાં રૂમ બુકીંગ કરવી લીધા છે. અને છેલ્લી ઘડીએ તો ફ્લાઇટના ભાડા તો આસમાને થઈ ગયા છે. કોચી, ચંડીગઢ, જોધપુર, દિલ્હી, ચેન્નઈ, દેહરાદુન, કોલકત્તા, બેંગાલુરૂ અને ગોવા ફ્રવા જવાના ભાવ પહેલા કરતા ત્રણ ગણા થઈ ચૂક્યા છે. તેમજ હોટલોમાં પણ ભાવ પણ વધારી દેવામાં આવ્યા છે, સાથે જ પ્રાઇવેટ કેબમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. જયારે આબુ,ઉદેપુરમાં હોટલો એડવાન્સમાં બુક થઈ ગઈ છે. કેટલીક હોટલોના ભાવ રૂ.2500 થી 4500 હતા તે વધારીને રૂ.8000 થી 12,000 કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ રીસોર્ટો પણ ફૂલ થઈ ગયા છે.