પાકિસ્તાન હાલ પુરના પ્રકોપ સામે ઝઝુમી રહ્યો છે. અહીંના ખૈબર પંતુક પ્રાંતમાં 937 લોકોના પુરના કારણે મૃત્યુ નિપજ્યા છે. પુરના પ્રકોપના કારણે અહીં કરોડો લોકો બેઘર થયા છે, તો બચાવ કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પાકિસ્તાનમાં ઓગસ્ટ માસમાં સરેરાશ લગભગ 48 મિલિમિટર વરસાદ પડતો હોય છે, જોકે આ વર્ષે 166 મિલિમિટર વરસાદ પડતા આ સમગ્ર પરિસ્થિતિ સર્જાઈ છે. તો જોઈએ આજના એજન્ડામાં પાકિસ્તાનમાં આવેલા પૂર અંગેનો વિશેષ અહેવાલ...