રાજ્યમાં હવામાન વિભાગની આગાહીનાં પગલે છેલ્લા ત્રણ દિવસથી પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં હળવાથી ભારે વરસાદનાં પગલે લોકોની મુશ્કેલી વધી છે. પાટણ શહેર માં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદની હેલી બંધાઈ હોય ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. શહેરના માર્ગો જળ મગ્ન બન્યા હતા. જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં પાટણ અને રાધનપુરમાં સવા પાંચ ઇંચ, સિદ્ધપુરમાં સાડા ચાર ઇંચ, સરસ્વતીમાં 4 ઇંચ, હારીજમાં પોણા ચાર ઇંચ, શંખેશ્વર અને અને સાંતલપુરમાં પોણા ત્રણ ઇંચ, ચાણસ્મામાં અઢી ઇંચ, સમીમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હતો.
આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. વિવિધ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો છે. તેવામાં આ વખતે ગુજરાતની ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી સક્રિય થયા છે. અને તેમણે નવા પક્ષ સાથે ચૂંટણીમાં જંપલાવાની વાત કરી હતી. આ સાથે જ તેમણે જો તેમનો પક્ષ સત્તા પર આવે છે તો તેઓ સરકાર બન્યાના 100 દિવસની અંદર ગુજરાતમાંથી દારૂબંધી દુર કરશે તેવો વાયદો આપ્યો છે.
જુઓ વધુ અહેવાલ સંદેશ ન્યુઝ વોર રૂમમાં...