ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ થઈ ચૂક્યાં છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 91 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢ શહેર અને તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 9 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.