ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અનેક તાલુકામાં મેઘમહેર થઈ છે. ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ભારેથી ભારેથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરતમાં ભારે વરસાદના કારણે મીઠી ખાડી વિસ્તારમાં પૂર આવ્યા છે. જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.