રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાલ વરસાદે આરામ લીધો છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં આગામી 5 દિવસ દરમિયાન સામાન્ય વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ શહેરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.