મોરબી તાલુકાના જેતપર ગામે ગઇકાલે મોડી સાંજે નજીવા મુદ્દે યુવાન ઉપર આઠ શખ્સો ધોકા, છરી વડે તૂટી પડ્યા હતા. યુવાન ઉપર છરીથી ખૂની હુમલો કરી તેની ગાડીમાં તોડફોડ કરતા આ ગંભીર બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટના બાદ યુવાન ઉપર હુમલાના વિરોધમાં જેતપર ગામ આજે સજ્જડ બંધ રહ્યું હતું. વારંવાર હુમલાઓની ઘટનાને લઈને ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે. આથી ગ્રામજનોએ ગામ બંધ રાખી એસપી અને કલેકટરને આવેદન આપ્યું હતું.