અમદાવાદમાં રસ્તાની બિસ્માર હાલતને લઈને કોંગ્રેસ દ્વારા કોર્પોરેશનમાં ખાડા વાળા રોડ-રસ્તાના સ્ટિકરો લગાવવામાં આવ્યા. આ સાથે જ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો. વડોદરાના માંડવી સ્થિત બેંક ઓફ બરોડામાં પણ પાણી ભરાઈ ગયા હોવાનું સામે આવ્યું છે.. વરસાદી પાણી માંડવી સ્થિત BOBના લોકર રૂમમાં પણ ભરાઈ જતા ખાતેદારો અને લોકરધારકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે