ગુજરાતવાસીઓ ગગનમાંથી વરસી રહેલા વરસાદનો ભારે સામનો કરી રહ્યા છે ત્યારે ડભોઈની હેરણ નદીમાં ફરી પૂર આવ્યાની ઘટના સામે આવી છે. અહીં તાલુકાનું આજપોલ ગામનો સંપર્ક ફરી ખોરવાઈ ગયો છે. ઉપરવાસમાં વરસાદને પગરે ફરી એકવાર હેરણ નદીમાં પુર આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, આ નદીમાં ત્રીજીવાર પુર આવ્યું છે. તો અહીં 600 ગ્રામજનો પર સંકટ આવ્યું છે. તો અહીં ડાયવર્ઝન રોડ પર પાણી ફરી વળતા વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.