ગુજરાત પર વાવાઝોડાનું સંકટ આવી ચડ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાથી 70 કિલોમીટર દૂર ઓખાના દરિયાકાંઠાથી વાવાઝોડું આવી રહ્યું છે. વાવાઝોડું 50 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું ઓમાન તરફથી આવી રહ્યું છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા વોવાઝોડાનું શક્યતા વધી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં સાવધાન રહેવાનો આદેશ અપાયો છે.