અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ આવ્યો છે. તેમાં આંબરડી, બગોયા, ગીનીયા, હાદસંગ ગામમાં વરસાદ છે. તેમજ
આંબરડી ગામની નેવડી નદીમાં ઘોડાપુર આવ્યું છે.
સાવરકુંડલા ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડતાં પુર આવ્યું છે. તેમજ સાવરકુંડલાના આંબરડી ગામે પોણો કલાક પડેલા વરસાદથી નેવડીમાં પુર આવતા ગામ લોકોને હાલાકી પડી રહી
છે. તેમાં આંબરડીમાં ગામની બજાર વચ્ચેથી પસાર થતી નેવડીમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહ્યો છે. તથા આંબરડી સહિત કૃષ્ણગઢ અને મિતિયાળા અભ્યારણ્યમાં ભારે વરસાદ પડતાં
નદીઓમાં પુર આવ્યું છે.