18 જુલાઈથી એટલે કે આજથી GST કાઉન્સિલના નિર્ણયના અમલ બાદ ઘણી ખાદ્ય ચીજો મોંઘી થઈ જશે. તેમાં લોટ, પનીર અને દહીં જેવી પ્રી-પેકેજ અને લેબલવાળી ખાદ્ય વસ્તુઓનો સમાવેશ થાય છે, જેના પર 5 ટકા GST લાગશે. હવે 5,000 રૂપિયાથી વધુ ભાડાવાળા હોસ્પિટલના રૂમ પર પણ GST ચૂકવવો પડશે. આ સિવાય 1,000 રૂપિયા પ્રતિ દિવસથી ઓછા ભાડાની હોટેલ રૂમ પર 12 ટકાના દરે ટેક્સ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. અત્યાર સુધી તેના પર કોઈ ટેક્સ લાગતો નહોતો.