IPL આપણા દેશમાં એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે અને તેની સાથે જોડાયેલું નામ છે લલિત મોદી. ઉદ્યોગપતિ કૃષ્ણ કુમાર મોદીનું સંતાન હોવાના કારણે તેઓ પહેલેથી લકઝુરીયસ જીવન જીવતા આવ્યા છે. જયારે તેમના પિતા પાસે તેમણે ગાડી માંગી અને પિતાએ જયારે તેમને ફક્ત 5 હજાર રૂપિયા આપ્યા હતા. પરંતુ લલિત મોદીએ મર્સિડીઝ કાર હપ્તા પર લીધી. આ તો ફક્ત એ ઉદાહરણ છે લલિત મોદીએ ગ્લેમરસ જીવન માટે હમેશ પૈસાને પાણીની જેમ વાપર્યા છે.