વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા આઠ વર્ષથી સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઉજવી રહ્યા છે. વર્ષ 2014માં જ્યારથી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ સંભાળ્યું છે ત્યારથી તેઓ હંમેશા સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઉજવે છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવવાની પરંપરાને જાળવી રાખીને જમ્મુ-કાશ્મીરના કારગિલ દ્રાસ જઈ શકે છે.