વલસાડ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. 4 કલાકમાં 8.44 ઈંચ વરસાદ ખાબકતાં ઠેર-ઠેર જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ શહેરના રેલવે અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે, તો ધરમપુર સ્ટેટ હાઈવે ઉપર પણ વરસાદના પાણી ફરી વળ્યા છે. જેના પરિણામે વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. હજુ પણ આગામી દિવસોમાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે 40 સભ્યોની એક NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.