જુનાગઢના કેશોદમાં છેલ્લા 24 કલાકથી વરસાડા વરસી રહ્યો છે. પરંતુ છેલ્લા 4 કલાકમાં વરસાદનું જોર વધ્યું હતું અને એક સાથે 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અત્યાર સુધીમાં કેશોદ પંથકમાં સીઝનનો કુલ 31 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે ઓઝત નદી બે કાંઠે વહેવા લાગી છે. જેને લઈને નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.