જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ગત રાતના બે વાગ્યાથી શરૂ થયેલ વરસાદ હાલ સુધી અવિરત શરુ છે, સવારના 10 વાગ્યા સુધીમાં માંગરોળમાં સતત 7 ઇંચ વરસાદ પડતા માંગરોળમાં પાણી-પાણી ભરાય ગયા છે, જો કે, હજુ સુધી અહી કોઇપણ જગ્યાએ પાણીમાં ફસાયા કે, કોઈ દુર્ઘટના ઘટી હોય તેવી એકપણ ફરિયાદ તંત્રને મળી ન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ મેઘરાજાએ 8 કલાકમાં 7 ઇંચ વરસાદ વરસાવી દેતા માંગરોળ પંથક તરબોળ બની ગયું છે. અહીં હુસેનાબાદ વિસ્તારમાંથી પસાર થતી નદીમાં ઘોડાપુર આવ્યું હતું.