દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઈલેક્ટ્રીક રીક્ષામાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. જેમાં આગના ઘૂમાડા દૂરથી દેખાતા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી
ખાતે પ્રવાસીઓને લઈ જવા લાવવા માટે ઈલેક્ટ્રીક વાહનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે બપોરના સમયે ઈલેક્ટ્રીક રિક્ષાઓને કેવડીયા પાસે પાર્કિંગમાં ચાર્જિંગ કરવા માટે મૂકવામાં
આવી હતી. ત્યારે એ દરમિયાન એક ઈલેક્ટ્રીક રીક્ષામાં અચાનક આગ ફાટી નીકળી જતા અફરા-તફરી જવા પામી હતી.