વડોદરા શહેર નજીક આવેલા પોર રોડ પર કારમાં આગ લાગતાં પાંચ લોકોનો આબાદ બચાવ થયો હતો. પોર રોડ પર આવેલ વરણામા પાસે આજે બુધવારે કેબીજેયુ કોલેજ સામેથી આજે બપોરે પસાર થતી કારમાં આગમાં આગ લાગી હતી. બલેનો કારમાં ધુમાડા નીકળતા ચાલક સહિત પાંચ જણા બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. દિપક પશભાઈ પટેલની માલિકીની કાર હતી અને ટેન્કર લઇને વડોદરા તરફ આવતા હતા, ત્યારે કારમાં આગ લાગી હતી. જોકે, દિપક જશભાઈ પટેલ (ઉ. વ.47), તેમના પત્ની એકતા બેન (37), પુત્રી અરવી (5), ભાણેજ મિત અમિત પટેલ (21) અને ઋતાવી અમિત પટેલ (18)નો આબાદ બચાવ થયો હતો.