રાજકોટમા વોર્ડ નં.7માં તુલસીદાસ પ્રાથણિક શાળાના લોકાર્પણ પ્રસંગે તેમણે દિલ્હીના ડેપ્યુટી સી.એમ. મનીષ સિસોદિયાને પ્રત્યુતર આપતા જીતુ વાઘાણીએ કહયું કે, આવો અહિની વ્યવસ્થા જૂઓ અને જે થયું છે તેનો લાભ લો. ન થયું હોય તો તે અંગે સૂચન કરો”પરંતુ માત્ર વિરોધી માનસિકતાના કારણે ગુજરાત સામે સવાલો ઉઠાવાય છે. ગુજરાતમા અમારી સરકાર ૨૭ વર્ષથી ઓરડા બનાવી રહી છે. શિક્ષકોની ભરતી કરી રહી છે,અમે જયારે ભણતા હતા ત્યારે ન તો ઓરડા પૂરતા હતા કે કે ના શિક્ષકો- આમ છતા અમુક લોકોને હવે એમ લાગતુ હોય હવે એમ લાગતું હોય કે અહિયા કાંઈ છે જ નહિ. બઘુ ભાંગીને ભૂક્કો થઈ ગયું છે તો એવા લોકોએ જ્યાં ગમતું હોય તે રાજય અને દેશમાં જતુ રહેવું જોઈએ