રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર ગયો છે અને હજું પણ ગરમીનું તાપમાન વધી શકે છે. હવામાન વિભાગે પણ હિટવેવની આગાહી કરી છે.અમદાવાદ, ગાંધીનગર, પાલનપુર, ડીસા સૌરાષ્ટ્ર, કચ્છ વિસ્તારમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે., તો ભુજ, સુરેન્દ્રનગરમાં તાપમાન 43 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ અને અમરેલીમાં તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે.