Navgujarat Samay News Fatafat on 9th December 2020, Afternoon Update

Navgujarat Samay 2020-12-09

Views 0

કોરોનાગ્રસ્ત દર્દીના ઘર બહાર સ્ટીકર લગાવવા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવીઃ કેન્દ્રની ગાઇડલાઇન્સમાં ક્યાંય સ્ટીકર અંગે ઉલ્લેખ નથી : દર્દીના ઘર બહાર સ્ટીકર ન લગાવવા રાજ્યોને આદેશ

અમદાવાદના વટવા-વિંઝોલ રેલવે ક્રોસિંગ પાસે મોડી રાત્રે ત્રણ કેમિકલ કંપનીઓમાં ભીષણ આગ, ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો : ધડાકાથી ઈસનપુર સુધીનો વિસ્તાર ધણધણી ઊઠ્યો

રાજકોટમાં કોરોનાના ફૂંફાડા યથાવત, 24 કલાકમાં વધુ 7 દર્દીનાં મોતઃ આજથી RMCનો ડોર ટુ ડોર સર્વે : 50 વર્ષથી વધુ વયના લોકોની યાદી તૈયાર કરશે

ગુજરાતી ક્રિકેટર પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરીઃ ભારતીય ટીમમાંથી 25 ટેસ્ટ, 38 વન-ડે અને બે ટી20 મેચ તે રમી ચૂક્યો છે

કરજણ પાસેના કોળિયાદ ગામની તળાવડીમાં એક જ પરિવારના ત્રણ કિશોરો ડૂબ્યા: મૃતદેહો બહાર કઢાયા, ગામમાં કરુણાંતિકા ફેલાઈ

દક્ષિણની સુપ્રસિદ્ધ ટીવી એક્ટ્રેસ વી. જે. ચિત્રાનું રહસ્યમય મોતઃ ચેન્નઈના નાસારપેટની એક હોટેલના રૂમમાંથી તેનો મૃતદેહ મળ્યો

Share This Video


Download

  
Report form