વડોદરામાં કોરોના વાઈરસના 6 પોઝિટિવ કેસ નોંધાયા છે અને શંકાસ્પદ કોરોના વાઈરસના 7 દર્દીઓના રિપોર્ટ પેન્ડિંગ છે જેને પગલે આખુ વડોદરા શહેર લોકડાઉન છે વડોદરાના ગોરવા અને વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં લોકોએ પોતાની સોસાયટીઓના ગેટ બંધ કરી દીધા છે જેને પગલે વડોદરા શહેરના રસ્તાઓ સુમસામ બની ગયા છે તમામ ચેકપોસ્ટ અને ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવ્યા છે નવા બજારમાં દુકાનો ખોલીને બેઠેલા 3 વેપારીઓને પોલીસે ફટકાર્યા હતા અને દુકાનો બંધ કરાવી હતી વડોદરા શહેરના અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર બાઇક લઇને નીકળેલા 3 યુવાનો પોલીસે ઉઠક બેઠક કરાવી હતી પાણીગેટ ટાંકી 3 રસ્તા પાસે વિવિધ બહાના હેઠળ નીકળેલા લોકોના વાહનો ડિટેઇન કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું