વડોદરા: વડોદરા શહેરના કારેલીબાગ સ્થિત સાધનાનગરમાં આવેલી ચેપી રોગની હોસ્પિટલમાં અપૂરતી સુવિધાઓ આક્ષેપ સાથે શિવસેનાના કાર્યકરોએ આજે વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું શિવસેનાના કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે, ચેપી રોગની હોસ્પિટલમાં વહેલીતકે સ્વસ્થ થવા માટે દર્દીને જાતે જ ગ્લુકોઝના બોટલ લાવીને ચઢાવવા પડે છે અને દર્દીઓ જાતે જ ગ્લુકોઝની બોટલ લઇને આવતા હોય તેવા વીડિયો પણ રજૂ કર્યાં હતા