વડોદરાઃ શહેરમાં આવેલા પૂરની સ્થિતિ બાદ સયાજી હોસ્પિટલમાં દાખલ થયેલી મહિલાનો લેપ્ટોસ્પાઇરોસિસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને પગલે વડોદરા શહેરનું આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયું છેશહેરના વારસિયા વિસ્તારમાં રહેતી ચંદ્રિકા લોહાણા(36)ને તાવ આવવાથી 20 દિવસ પહેલાં વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ચંદ્રિકા લોહાણાની સારવાર દરમિયાન તબિયત વધારે લથડતા તેને બ્લડ રિપોર્ટ કરાવીને સેમ્પલ સુરતની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા આ દરમિયાન આજે મહિલાનો બ્લડ રિપોર્ટ લેપ્ટોસ્પાઇરોસિસ પોઝિટિવ આવ્યો હતો આ અંગે સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાજીવ દેવેશ્વરે જણાવ્યું હતું કે, એક મહિલાનો લેપ્ટોસ્પાઇરોસિસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે પરંતુ સારવાર ચાલી રહી છે હાલ તેમનો જીવ જોખમમાં નથી