વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારા મુંબઈની હોસ્પિટલમાં દાખલ

DivyaBhaskar 2019-06-26

Views 158

વેસ્ટઈન્ડિઝના બેસ્ટ બેટ્સમેન બ્રાયન લારાને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે બ્રાયન લારાને મંગળવારે મુંબઈની પરેલ ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે હોસ્પિટલના અધિકારીઓએ આ વિશે કોઈ પણ માહિતી આપવાનો ઈનકાર કર્યો છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને છાતીમાં દુખાવો થયો હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો

બ્રાયન લારાને મંગળવારે અંદાજે 1230 વાગે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો અને તુરંત સારવાર શરૂ કરવામાં આવી હતી સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ નજીકની એક હોટલના કાર્યક્રમમાં હતા અને ત્યાં તેમની તબિયત બગડતા તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો

નોંધનીય છે કે, બ્રાયન લારા હાલ મુંબઈથી કોમેન્ટેટર ટીમનો હિસ્સો છે દિગ્ગજ લારાએ વેસ્ટઈન્ડિઝ તરફથી 131 ટેસ્ટમાં 11,953 રન બનાવ્યા હતા તેમનો મહત્તમ સ્કોર 400 નોટ આઉટનો રહ્યો હતો જે વર્લ્ડ રેકોર્ડ છે લારાએ તેના ટેસ્ટ કેરિયરમાં 34 સદી બનાવી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS