અમદાવાદ: શહેરમાં આજે મેઘમહેર થતાની સાથે જ કોર્પોરેશનમાં ચાલી રહેલ ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે પંદર દિવસ પહેલા શહેરના આશ્રમ રોડ પર ઇન્કમટેક્ષ બ્રીજનું ઉદઘાટન થયું હતું અને આજે આ બ્રિજ નીચે આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમા પર વરસાદી પાણીનો ધોધ પડી રહ્યો હતો જે કોર્પોરેશનની ગંભીર બેદરકારી દર્શાવી રહ્યો છે એક તરફ તંત્ર વાયબ્રન્ટ ગુજરાતની વાતો કરે છે ને બીજુ તરફ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાની આવી દુર્દશા થઇ રહી છે સવાલ તો એ છે કે શુંબ્રીજ પર વરસાદી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા જ નથી કરાઇ? વિડીયો જોતા પ્રથમ નજરે તો દેખાઇ રહ્યું છે કે પાણીના નિકાલના હોલ સીધા મહાત્મા ગાંધીની પ્રતિમા પર જ રાખવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અહીંથી એલઇડી લાઇટ્સ પણ ચોરાઇ ગઇ હતી