છોટાઉદેપુરઃ નસવાડી પથંકમાં ગરમીનો પારો 43 ડિગ્રી પહોંચ્યો છે, જેને લઇને નસવાડી નજીક આવેલી નર્મદા કેનાલ ગામડાના યુવાનો માટે સ્વિમિંગ પુલ ગઇ બની છે નસવાડીની રતનપુર મેઇન કેનાલના બ્રિજ પરથી યુવાનો પાણીમાં 20 ફૂટની ઊંચાઈથી ભૂસકા મારતા હતા ગરમીથી બચવા માટે જોખમી સ્ટંટ યુવાનો કરી રહ્યા હતા કાળઝાળ ગરમી પડી રહી હોવાથી અને શહેરોની જેમ ગામડામાં સ્વિમિંગ પુલની સુવિધા ન હોવાથી આદિવાસી યુવાનો માટે જીવના જોખમે નર્મદા મેઇન કેનાલમાં ભૂસકા મારે છે