ગોંડલ નેશનલ હાઇવે પર બોર્ડના ગુજરાતી વિષયની ઢગલાબંધ ઉત્તરવહીઓ રસ્તા પર રઝળતી હાલતમાં મળી આવી છે ગોંડલ નજીક પણ ત્રણ થેલા મળ્યા છે ઉત્તરવહીઓ પવનને કારણે ઉડી રહી હતી અને ફાટેલી હાલતમાં જોવા મળી હતી હાઇબોન્ડ સિમેન્ટ કંપનીના સ્ટાફ બસના ડ્રાઇવરને ધ્યાન ગયું અને મામલો બહાર આવ્યો હતો DEOએ કહ્યું બસની બારી ખુલી જતા ઉત્તરવહીઓ રસ્તા પર પડી ગઇ હશે શિક્ષણમંત્રીએ કહ્યુંજે દોષીતો છે તેમના વિરૂદ્ધ કડક પગલા ભરવામાં આવશે બોર્ડની મહા બેદરકારી સામે આવતા ગાંધીનગરથી શિક્ષણ સચિવ ગોંડલ આવવા રવાના થયા છે