અમદાવાદમાં આરોપીએ લોકઅપમાં ‘નાયક નહિ ખલનાયક હું મેં’ ગીત પર ટિકટોક વીડિયો બનાવ્યો

DivyaBhaskar 2020-03-10

Views 17.6K

અમદાવાદ:શહેરના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં દારૂ સાથે ઝડપાયેલા આરોપી કરણ શેખાવતનો લોકઅપમાં બનાવેલો ટિકટોક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે લોકઅપની અંદરથી આરોપી કરણે બહાર રહેલા ચાર શખ્સ સાથે ‘નાયક નહિ ખલનાયક હું મેં ગીત’ પર વીડિયો બનાવ્યો હતો
CCTV ફુટેજની તપાસ કરવામાં આવશે: મેઘાણીનગર પીઆઈ
મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડીજે ચુડાસમાએ divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આરોપીએ લોકઅપમાં બનાવેલા વીડિયો અંગે તપાસ કરવામાં આવી રહી છે CCTV ફુટેજની તપાસ કરવામાં આવશે આરોપીએ વીડિયો ક્યારે બનાવ્યો છે તેની તપાસ કરવામાં આવી રહી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS