ઈંદોર- શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લામાં આવેલા શુજાલુપરમાં પહોંચ્યા હતા જ્યાં દેવાસ લોકસભા બેઠકનાઉમેદવાર અને ભજન ગાયક એવા પ્રહલાદ ટિપાણિયાએ તેમનું સ્ટેજ પર ભજન ગાઈને સ્વાગત કર્યું હતું કબીર પંથી પ્રહલાદ ટિપાણિયાનાભજનોથી સુપરિચીત એવા રાહુલે પણ તેમને મંચ પર ભજન લલકારવાનું આહ્વાન કર્યું હતું તેમનો અવાજ સાંભળીને રાહુલ પણ પોતાની જાતનેરોકી શક્યા નહોતા ને મોબાઈલથી વીડિયો રેકોર્ડ કરવા લાગ્યા હતા જે વીડિયો રાહુલ ગાંધીએ ટ્વીટ પણ કર્યો હતો ભજનના માધ્યમથી જ આડકતરી રીતે રાહુલ ગાંધીની પ્રશંસા પણ કરી હતી ભજનિક અને અત્યારે કોંગ્રેસના ઉમેદવાર એવા પ્રહલાદટિપાણિયાના મુખેથી લોકપ્રિય ભજન 'જરા ધીરે ધીરે ગાડી હાંકો મેરે રામ ગાડીવાલે' સાંભળીને સ્ટેજ પર હાજર અનેક દિગ્ગજ નેતાઓ અને સામેહાજર વિશાળ જનમેદની પણ ખુશ થઈ ગઈ હતી