વડોદરાઃવડોદરા ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ અરૂણ મિશ્રાનો ફિલ્મ ગીત ગાતો વીડિયો વાયરલ થયાના 24 કલાકમાં જ તેમનો ફિલ્મી ડાયલોગ બોલતો વીડિયો વાયરલ થયો છે વડોદરા પોલીસ દ્વારા પહેલાં વીડિયોને લઇને કોઇ પગલાં લેવાયા નથી ત્યારે જ બીજો વીડિયો વાયરલ થતાં વડોદરા શહેર પોલીસ તંત્રમાં ચર્ચા શરૂ થઇ ગઇ છે ડીસીપી ક્રાઇમ જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પીએસઆઇ અરૂણ મિશ્રાનું નિવેદન લેવાની કાર્યવાહી ચાલી રહી છે