રાજકોટ:પોલેન્ડના વોર્સો ફ્રેડેરીક ચોપીન એરપોર્ટ પર ગુજરાતના 23 અને અન્ય રાજ્યના 30 લોકો ફસાયા છે ઓપોલે યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કરતો જામનગરનો વિદ્યાર્થી કેવલ વરવાભાઇ વસરાનો પણ સમાવેશ થાય છે આ સિવાય વર્ક પરમિટ પર ગયેલા અને ટુરિસ્ટ વિઝા પર ગયેલા લોકોનો પણ સમાવેશ થાય છે મોટાભાગના વિદ્યાર્થીઓ છે એરપોર્ટ પર વીડિયો બનાવી વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે, અહીં બે દિવસથી એરપોર્ટ પર રોકાયા છીએ, રહેવાની જગ્યા નથી રેસ્ટોરન્ટ બંધ હોવાથી ખાવાની વસ્તુ પણ મળતી નથી