અમદાવાદ:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે શાળા શિક્ષકો દ્વારા ધો 10ના વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપીને તેઓને આવકારવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓએ માતા-પિતાના અને શિક્ષકોના આશીર્વાદ પણ લીધા હતા ઘણા વિદ્યાર્થીઓ મંદિરે જઈ ભગવાનના આશીર્વાદ લઈ પરીક્ષા આપવા આવ્યા હતા સવારે 10થી 115 સુધી ધો 10નું ગુજરાતી ભાષાનું પેપર છે જ્યારે ધો 12 સાયન્સમાં ભૌતિક શાસ્ત્રનું બપોરે 3થી 630 સુધી અને ધો 12 સામાન્ય પ્રવાહનું બપોરે 3થી 615 સુધી નામાના મૂળતત્ત્વોનું પેપર છે