લખપતના ઘડુલી વિરાણી હાઈવે પાસે ઊંટ રેસ, 50 સ્પર્ધકોએ ભાગ લીધો

DivyaBhaskar 2020-03-02

Views 2.5K

દયાપર:કચ્છના સરહદી તાલુકાના દયાપરના એકતા ગૃપ દ્વારા ઘડુલી વિરાણી હાઈવે નજીક ઊંટ રેસ યોજાઈ હતી આ સ્પર્ધામાં 50 જેટલા સ્પર્ધકોએ પોતાના ઊંટોને દોડમાં ઉતાર્યા હતા રવિવારના રજાના દિવસે ઉનાળાના પ્રારંભે ઊંટની રેસથી વિસ્તારના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતોઘડુલી વિરાણી હાઈવે પાસે દયાપર નજીક યોજાયેલી આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જિલ્લાભરમાંથી ઊંટના માલિકો ઉમટી પડ્યા હતા 50 જેટલા ઊંટોએ બે કિમીની રેસમાં દોડ લગાવી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS