સુરતઃશહરેમાં વનિતા વિશ્રામ ખાતે રાજ્યકક્ષાની 8 મિનિટમાં 200 દાખલા ગણવાની અનોખી સ્પર્ધા યોજાઈ છે જેમાં 300 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે આ સ્પર્ધા જોવા સુરતની અલગ અલગ શાળાઓના અનેક વિદ્યાર્થી, શિક્ષકો, આચાર્યો સહિત અનેક મહાનુભવો હાજર રહ્યા છે
સુરતમાંથી આશરે 30થી 40 વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો
વનિતા વિશ્રામ ખાતે ક્યુબેટીક એજ્યુકેશન દ્વારા 8 મિનિટમાં 200 દાખલા ગણવાની અનોખી સ્પર્ધા યોજવામાં આવી છે જેમાં રાજ્યના 30 સેન્ટરોના 10 સ્કૂલના ધોરણ 2થી 8ના 300 જેટલા વિદ્યાર્થીઓએ દાખલા ગણવાની અનોખી સ્પર્ધામાં ભાગ લીધો છે વત્તા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના ગણિતલક્ષી દાખલાઓ ગણી પ્રથમ, દ્વિતીય અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરવામાં આવશે આ સ્પર્ધામાં સુરતમાંથી આશરે 30થી 40 વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો છે જ્યારે આ સ્પર્ધા જોવા અલગ અલગ શાળાઓના વિદ્યાર્થી, શિક્ષકો, આચાર્યો સહિત અનેક મહાનુભવો હાજર રહ્યા છે