અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ, પત્ની મેલેનિયા, દીકરી ઈવાન્કા અને તેમના જમાઈ જેરેક કુશ્નર સાથે સવા બાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા હતા જ્યાં પીએમ મોદીએ ટ્રમ્પને લગાવીને શાહી સ્વાગત કર્યું હતું ત્યારબાદ બન્ને મહાનુભાવો ગાંધી આશ્રમ જવા નીકળ્યા હતા જ્યાંથી તેઓ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ માટે મોટેરા સ્ટેડિયમ જવા નીકળ્યા હતા હાલ ટ્રમ્પ અને મોદીનો સ્ટેડિયમમાં પ્રવેશી ચૂક્યા છે જ્યાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિના સભ્યોએ ટ્રમ્પ અને મોદીને આવકાર્યા હતા તેમજ PM નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહનો પરિચય કરાવ્યો અને ટ્રમ્પે ઉત્સાહભેર હાથ મિલાવ્યો હતો થોડીવારમાં જ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ શરૂ થશે