અમદાવાદ: આજે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે દેશના વડાપ્રધાન પીએમ મોદીએ અમિત શાહની પૌત્રીને તેડીનેરમાડ્યા બાદ મતદાન કર્યું હતું અનેત્યારબાદ મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે આતંકવાદનુ હથિયાર IED છે અને લોકતંત્રનું હથિયાર વોટર આઈડી છે મને લાગે છે કે વોટર આઈડીની તાકાત આઈડી કરતા વધુ છે
પીએમ મોદીએ મતદાન કર્યા બાદ કહ્યું
- આજે દેશમાં ત્રીજા ફેજનું મતદાન થઈ રહ્યું છે મારુ સોભાગ્ય છે કે મને મારી જવાબદારી પૂર્ણ કરવાનો મોકો મળ્યો
- વોટ આપીને દેશના મહાન લોકતંત્રના તહેવારમાં ભાગીદાર બનવાનો મોકો મળ્યો, જેવી રીતે કુંભના મેળામાં સ્નાન કર્યા બાદ લાગે છે એવી જ રીતે મત આપ્યા બાદ પવિત્રતા અનુભવી રહ્યો છું
- હું તમામ મતદારોને અપીલ કરું છું કે તે ઉત્સાહ સાથે મતદાન કરે, કોને મત આપવો છે તે દેશની જનતા સારી રીતે જાણે છે
- પહલી વાર મત આપતા લોકોને ખુબ-ખુબ શુભેચ્છાઓ
- આતંકવાદનુ હથિયાર IED છે અને લોકતંત્રનું હથિયાર વોટર ID છે મને લાગે છે કે વોટર આઈડીની તાકાત આઈડી કરતા વધુ છે