અમદાવાદ-નડિયાદ: શહેરની CIMS હોસ્પિટલના એક હૃદયરોગના દર્દીએ હાર્ટમાં પેસમેકર ઈમ્પલાન્ટ કરાવ્યાના 24 કલાકમાં જ અમદાવાદથી નડિયાદ જઈને મતદાન કર્યું હતું પ્રવિણ શાહ નામના હૃદયરોગના દર્દીએ આજે મતદાન હોવાથી ગઈકાલે હોસ્પિટલમાં જ પોતાના વતન નડિયાદ જઈ મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેથી હોસ્પિટલ પ્રશાસને તેમણે ખાસ ડૉક્ટરની દેખરેખ હેઠળ અને એમ્બુલન્સના માધ્યમથી અમદાવાદથી નડિયાદ મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરી આપી હતી