નાગરિકતા સંશોધન કાયદા(CAA) અંગે પ્રવર્તિ રહેલી ગેરસમજને દૂર કરવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જબલપુર પહોંચ્યા છે અહીં વિશાળ સભાને સંબોધિત કરતા મમતા બેનર્જી અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે અમિતશાહે કહ્યું હતું કે હું મમતા બેનર્જી અને રાહુલ ગાંધીને પડકાર ફેકુ છું કે નાગરિકતા સંશોધન કાયદામાં એવી જોગવાઈ શોધી આપે કે જે દેશમાં કોઈની પણ નાગરિકતાને છીનવી શકે ભારત પર જેટલો મારો અધિકાર છે એટલો જ અધિકાર પાકિસ્તાનથી આવનાર હિંદુ, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી શરણાર્થીઓનો છે કોંગ્રેસના વકીલ કપિલ સિબલ કહે છે કે રામ મંદિર બનવું જોઈએ નહીં, આાગામી ચાર મહિનામાં આકાશને આંબતુ ભવ્ય રામ મંદિર બનવાની શરૂઆત થવાની છે, હિંમત હોય તો અટકાવી જુઓ