નાગરિકતા સંશોધન કાયદો (CAA)નો દેશના અલગ અલગ વિસ્તારોમાં વિરોધ થઈ રહ્યો છે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં નાગરિકતા સંશોધન એક્ટના સમર્થનમાં સભા સંબોધી હતી અમિત શાહે કહ્યું કે, CAA વિરુદ્ધ વિપક્ષ ભ્રમ ફેલાવી રહ્યા છે અને દેશને તોડવાનું કામ કરી રહ્યા છે આ જ મુદ્દે અમારી પાર્ટીએ જન જાગરણ અભિયાન કરવાનો નિર્ણય કર્યો છે
અમતિ શાહે વિપક્ષ સામે સવાલ ઉભા કરતાં કહ્યું કે, જ્યારે કાશ્મીરમાંથી લાખો પંડિતોને ભગાડી દીધા હતા ત્યારે માનવધિકાર ક્યાં ગયો હતો તેમણે કહ્યું કે, જેને વિરોધ કરવો હોય તે કરે પરંતુ CAA પરત લેવામાં નહીં આવે
ગૃહમંત્રીએ કહ્યું કે, સંસદ સત્રમાં જ્યારે અમારી સરકાર બિલ લાવી ત્યારે રાહુલ બાબા એન્ડ કંપની વિરોધમાં કાઉ-કાઉ કરતી હતી આ મુદ્દે ભ્રમ ફેલાવામાં આવી રહ્યો છે કે આ કાયદાથી મુસ્લિમોની નાગરિકતા જતી રહેશે વિપક્ષનો કોઈ પણ નેતા ચર્ચા કરવા તૈયાર થઈ જાય તો અમારા તરફથી સ્વતંત્રદેવ સિંહ ચર્ચા કરવા માટે તૈયાર છે