કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને આજે 2020નું બજેટ રજૂ કર્યું, ત્યારે સંસદમાં સ્પીચ આપતા સમયે નાણાં મંત્રીએ કાશ્મીરનો ઉલ્લેખ કરતા હિન્દીમાં એક કવિતાનું પઠન કર્યું હતું તેમણે કવિતાનો અનુવાદ કરતા કહ્યું હતું કે ‘આપણું વતન ખીલતા શાલીમાર બાગ જેવું છે આપણું વતન ડલ ઝીલમાં ખીલતા કમળ જેવું છે નૌજવાનોના ગરમ ખૂન જેવું છે મારૂ વતન, તારૂ વતન, આપણું વતન, દુનિયાનું સૌથી પ્રેમાળ વતન’