ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી 92 વર્ષના થઈ ગયા છે તેમનો જન્મ કરાચી(પાકિસ્તાન)માં 1927ના રોજ થયો હતો આ અવસરે વડાપ્રધાન મોદીએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘વિદ્ધાન, રાજનીતિજ્ઞ અને સૌથી આદરણીય લાલકૃષ્ણ અડવાણીજી ભારત હંમેશા તમારા અભૂતપૂર્વ યોગદાનને યાદ રાખશે અડવાણીજીએ ભાજપને આકાર અને તાકાત આપવા માટે દાયકાઓ સુધી કઠોર તપ કર્યું છે’