ટ્રમ્પ ભારત આવનારા 7મા યુએસ પ્રમુખ, પણ ગાંધીઆશ્રમ જનારા 1લા ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવેલા 7મા યુએસ પ્રેસિડેન્ટ છેઅમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની સાથે એરફોર્સ વનમાં આવી પહોંચ્યા હતા એરપોર્ટથી ટ્રમ્પનો ઈન્ડિયા રોડ શો યોજાયો હતો જેમાં નરેન્દ્ર મોદી જોડાયા હતા અને ટ્રમ્પના રોડ શો પહેલા તેઓ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા ત્યાં પહોંચીને નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમમાં ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું અહીં નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ દંપતીને બાપૂના હૃદય સમા હૃદયકુંજથી અવગત કર્યા હતા ત્યારબાદ ત્યાં રાખેલા રેંટિયાને કાંતવા માટે અમેરિકી રાષ્ટ્રપ્રમુખને અવસર મળ્યો હતો જો કે તેમને બેસવામાં થોડી તકલીફ પડી હતી પરંતુ તેમણે બાપૂના પ્રિય રેંટિયાને કાંતવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું ટ્રમ્પને રેંટિયો કાંતવામાં સમજ ન પડતા ત્યાં હાજર આશ્રમવાસી બહેને શીખવ્યું હતું ત્યારબાદ ટ્રમ્પે રેંટિયો કાંત્યો હતો વિદેશી કાપડ સામે બાપૂએ ચલાવેલા સ્વદેશી અપનાવોની ક્રાંતિથી અમેરિકી પ્રમુખને નરેન્દ્ર મોદીએ અવગત કર્યા હતા