સુરતઃ જીડી ગોએન્કા શાળા ખાતે અમદાવાદના મોટેરા સ્ટેડિયમની રંગોળી કરવામાં આવી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ દર્શાવી છે અને ટ્રમ્પના સ્વાગત માટે આ રંગોળી બનાવવામાં આવી છે આ રંગોળી 20 બાય 20 ફૂટમાં બનાવવામાં આવી છે 18 કલાકમાં 25 કિલો કલરનો ઉપયોગ કરી રંગોળી તૈયાર કરાઈ છે જે અંજલી શાલુંકે, સોમનાથ પારેખ, હીના નાયક, બ્રિજેશ પટેલ અને સંયમી કોઠારી દ્વારા તૈયાર કરવામાં આવી છે અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ 24મીએ ગુજરાતના અમદાવાદના પ્રવાસે આવવાના છે જેને લઈને સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો મહોલ છે