સુરત: લોકસભામાં ભવ્ય વિજય મેળવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક સુરતી ચાહકે મોદીના મોઢાના આકારવાળી કુલ્ફી બનાવી ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને મળેલી ભવ્ય જીતને વધાવવા આ આઈસ્ક્રીમ પાર્લરના સંચાલકે ખાસ મોદી સીતાફળ કુલ્ફી બનાવી છે જે લોકોમાં ખૂબ જ આકર્ષણ ઉભું કરી રહી છે