જર્મનીના હનાઉ શહેરમાં બુધવારે રાતે થયેલા ગોળીબારમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકો ઘાયલ થયા છે પોલીસે આ મામલે એક યુવકની ધરપકડ કરી છે પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, બે હુક્કાબારને ટાર્ગેટ કરવામાં આવ્યા છે પોલીસને પ્રાથમિક તપાસમાં ગોળીબાર કરવાનું કારણ જાણવા મળ્યું નથી પોલીસના જણાવ્યા પ્રમાણે, ઘટના સ્થાનિક સમય પ્રમાણે બુધવારે રાતે 10 વાગે થઈ હતી