અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં રહેતી અને નામાંકિત કોલેજમાં બીકોમનો અભ્યાસ કરતી 20 વર્ષીય યુવતી પર એટીકેટી પરીક્ષાનું ફોર્મ ભરવા બાબતે ગેસ્ટહાઉસમાં 4 શખ્સોએ ગેંગરેપ કર્યો હતો ગેંગરેપ બાદ યુવતીની કીડની ડેમેજ થતાં હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી જેનું આજે સારવાર દરમિયાન મોત થયું હતું યુવતીનું મોત થતાં જ રામોલ પોલીસ દોડતી થઈ 4 શખ્સોને શોધવા નીકળી હતી જેમાંથી 2 આરોપી અનિકેત પારેખ અનેચિરાગ વાઘેલાની ધરપકડ કરી છે જ્યારે બે હજુય પોલીસ પકડથી દૂર છે
રામોલ પોલીસે 4 નરાધમોમાંથી 2 શખ્સની ધરપકડ કરી
20 વર્ષીય યુવતી પર ગેસ્ટહાઉસમાં થયેલા ગેંગરેપમાં હાર્દિક, રાજ, અનિકેત પરીખ અને ચિરાગ વાઘેલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જોકે ગેંગરેપ થયા પછી લાંબા સમય સુધી આરોપીઓ પોલીસ પકડી દુર હતા પરંતુ આજે યુવતીનું મોત થતા પોલીસ એકાએક દોડતી થઈ અનિકેત પરીખ અને ચિરાગ વાઘેલાની ધરપકડ કરી છે જ્યારે હાર્દિક અને રાજહજુય પોલીસ પકડથી દૂર છે
ગેંગરેપથી જન્મેલા બાળકના મોત બાદ DNAની તપાસ શરૂ
ગેસ્ટહાઉસમાં 4 નરાધમોએ 20 વર્ષીય યુવતી પર ગેંગરેપ કરતાં યુવતીને ગર્ભ રહી ગયો હતો જેનાથી એક બાળકનો જન્મ થયો હતો જોકે બાળક નાદુરસ્ત રહેતાં તેમનું પણ મોત થયું છે આ સાથે પોલીસ એકાએક સતર્ક થઈ બાળકના DNA સાથે આરોપીઓના DNA લઈ તપાસ શરૂ કરી છે જોકે 20 યુવતીથી સૌથી નજીક હાર્દિક નામનો શખ્સ રહેતો હતો આથી પોલીસે હાર્દિકને શોધવામાં પડી છે
યુવતીનું મોત શારિરીક તકલીફોના કારણે થયું છેઃ DCP
રામોલ ગેંગરેપ મામલે અમદાવાદ શહેર DCP ઝોન-5 અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે 20 વર્ષીય યુવતીના બાળકના મોતના 18 દિવસ બાદ તેના DNA લેવાયા છે અને ભળતાં DNA સાથે મેચ કરી બાળક કોનું હતું એની તપાસ ચાલું છે યુવતી પર લગ્ન પહેલાં જ ગેંગરેપ થયો હતો જોકે યુવતી સાથે 1 વર્ષ પહેલાં ગેંગરેપ થયો હોવાથી હાલમાં તેની માનસિક સ્થિતી સારી ન હતી જેથી આરોપીઓ વિશે વિગતવાર માહિતી મળતી ન હતી જોકે હાલમાં યુવતીના ફોન કોલ્સ અને સોશિયલ મીડિયાની મદદથી ગુનો ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ