યુરોપીયન દેશ અલ્બાનિયાની રાજધાની તિરાનામાં મંગળવારે આવેલા ભૂકંપમાં 21 લોકોના મોત થયા છે અલ્બાનિયા સરકારના સંચાર વિભાગના નિયામક એન્ડ્રી ફુગાએ જણાવ્યું કે આ ભૂકંપની તીવ્રતા રિક્ટર પ્રમાણે 64 આંકવામાં આવી છે જેમાં 350 લોકો ઘાયલ થયા છે અમેરિકન ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર તિરાનાથી ઉત્તર-પશ્વિમ શિઝાક શહેરમાં 30 કિલોમીટરની ઊંડાણમાં હતો